
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)સાંતલપુર નેશનલ હાઇવે પર ગમખ્વાર બાઈક અકસ્માતમાં આહીર સમાજના બે યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા. તેઓ રાધનપુરથી સાંતલપુર તરફ જઈ રહ્યા હતા.
બાબરા ગામ નજીક આ અકસ્માત થયો, પરંતુ અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે હજુ સ્પષ્ટ નથી.
સ્થાનિક પોલીસે ઘટનાની જાણ થતા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સાંતલપુરની સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે અને વધુ તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ