ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુરની એલ.એસ. હાઇસ્કૂલ, અંડર-19 ટીમને રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્રથમ સ્થાન
પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત આયોજિત રસ્સા ખેંચ સ્પર્ધામાં એલ.એસ. હાઇસ્કૂલ, સિદ્ધપુરની અંડર-19 ભાઈઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં વિવિધ શાળાઓની ટીમોએ ભા
ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુરની એલ.એસ. હાઇસ્કૂલ,  અંડર-19 ટીમને રસ્સા ખેંચ સ્પર્ધામાં પ્રથમ સ્થાન


પાટણ, 13 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ કાર્યક્રમ અંતર્ગત આયોજિત રસ્સા ખેંચ સ્પર્ધામાં એલ.એસ. હાઇસ્કૂલ, સિદ્ધપુરની અંડર-19 ભાઈઓની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

આ સ્પર્ધામાં વિવિધ શાળાઓની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં એલ.એસ. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ ઉમંગ અને સહકારથી વિજેતા પદ હાંસલ કર્યું હતું.

ટીમને તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક શ્રી કે.એસ. બજાતના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી હતી. શાળા પરિવારે વિજેતા ટીમને અભિનંદન પાઠવી શાળાનું ગૌરવ વધાર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande