બમરોલીની હોટલ ગેલેક્સીમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરતના બમરોલી રોડ પર આવેલી ગેલેક્સી હોટેલમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળતાં ખટોદરા પોલીસએ દરોડા પાડી કામગીરી હાથ ધરી હતી. દરોડા દરમિયાન હોટેલ માલિક અને શરીરસુખ માણવા આવેલા 5 ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે
કુટણખાનું ઝડપાયું


સુરત, 13 નવેમ્બર (હિ.સ.) : સુરતના બમરોલી રોડ પર આવેલી ગેલેક્સી હોટેલમાં દેહવ્યાપાર ચાલતો હોવાની માહિતી મળતાં ખટોદરા પોલીસએ દરોડા પાડી કામગીરી હાથ ધરી હતી. દરોડા દરમિયાન હોટેલ માલિક અને શરીરસુખ માણવા આવેલા 5 ગ્રાહકોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે દેહવ્યાપારમાં દબાણ ઝીલતી બે મહિલાઓને મુક્ત કરાવવામાં આવી હતી. મહિલાઓને કમિશન પર મોકલતી ‘સીમા’ નામની મહિલા ફરાર છે, જેને પોલીસએ વોન્ટેડ જાહેર કરી છે. ખટોદરા પોલીસે મળેલી બાતમી આધારે હોટેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું. કાઉન્ટર પર ઉભેલા વ્યક્તિને પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરજ સુરેશ વર્મા (રહે., મહાદેવ એપાર્ટમેન્ટ, પિયુષ પોઇન્ટ પાસે, પાંડેસરા; મૂળ ઉત્તર પ્રદેશ) જણાવતાં તે હોટેલ માલિક હોવાનું સ્વીકાર્યું હતું.

પોલીસે હાજર બંને મહિલાઓની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક મહિલા હોટેલ માલિકના સંપર્કથી મહારાષ્ટ્રથી આવી હતી, જ્યારે બીજી મહિલાને ‘સીમા’ નામની મહિલા કમિશન પર દેહવ્યાપાર માટે બોલાવતી હતી. સીમા દરેક ગ્રાહક પાસેથી ₹1,000 વસૂલતી અને મહિલાઓને પ્રતિ ગ્રાહક ₹500 આપતી હતી. દરોડા દરમિયાન 5 ગ્રાહકો ઝડપાયા હતા. એક ગ્રાહક તો પોલીસને જોયે બાદ એક રૂમના બેડ નીચે છુપાઈ ગયો હતો, જ્યાં રૂમમાં 20 વર્ષીય મહિલા પણ હાજર હતી.

પોલીસે સ્થળ પરથી ₹2,100 રોકડ, ₹26,000 કિંમતના 6 મોબાઈલ ફોન્સ, મળી કુલ ₹28,100ની મત્તા કબજે લીધી છે.

ઝડપાયેલા 5 ગ્રાહકોનાં નામ: જયોતીરાજ સંતોષ સ્વાઇ અને સુરેશસિંગ રામપ્રસાદસિંગ બંને રહે., ગોવાલકનગર, આશાપુરી, પાંડેસરા. તેમજ શિવકુમાર જોઝનરામ, જીતેંદ્રકુમાર બસંતલાલ, ધીરેંદ્રકુમાર શ્રીબુદ્ધીરામ - ત્રણેય ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ, પરવટ પાટિયા રહે છે. પોલીસ હવે મુખ્ય સપ્લાયર સીમાની શોધમાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande