
વડોદરા,15 નવેમ્બર (હિ.સ.) એસ.વી.આઈ.ટી.વાસદના Research & Innovation Centre અને SSIP Cell દ્વારા તથા Information Technology વિભાગની સાથે મળીને “BuzzTech 2025” નામની 50 દિવસીય ઉદ્યોગસાહસિકતા અને બિઝનેસ લોન્ચ ચેલેન્જનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓના કાચા વિચારોને વાસ્તવિક પ્રોડક્ટ અને ટકાઉ બિઝનેસ વેન્ચરમાં રૂપાંતરિત કરવાનો હતો.
એસ.વી.આઈ.ટી.વાસદના ખાતે યોજાયેલા આઈડિયા પિચિંગ રાઉન્ડમાં 24 ટીમોમાંથી 14 ટીમો અંતિમ 50 દિવસની ચેલેન્જ માટે પસંદ કરવામાં આવી. ત્યારબાદ 20 સપ્ટેમ્બર 2025ના નિષ્ણાત Sensitizing Sessionમાં મિતેશ શેઠવાલા, નીખિલ પરમાર અને રુદ્રેશ વ્યાસ જેવા ઉદ્યોગ નિષ્ણાતોએ માર્કેટ, ટેક્નોલોજી અને બિઝનેસ ટ્રેન્ડ્સ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું.
22 સપ્ટેમ્બર થી 7 નવેમ્બર 2025 દરમિયાન પસંદ થયેલી ટીમોએ સતત મેન્ટોરિંગ હેઠળ પ્રોટોટાઈપ, નવા ઉકેલો અને વ્યાવસાયિક બિઝનેસ મોડલ વિકસાવ્યા.
11 નવેમ્બર 2025ના રોજ SVIT કેમ્પસ ખાતે આયોજિત વેલેડિક્ટોરી કાર્યક્રમમાં ટેક્નિકલ અને બિઝનેસ ટ્રેકના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી.ટેક્નિકલ ટ્રેકમાં,વિજેતા: Ravyaa AI Team (ઈન્ટેલિજન્ટ વોઇસ ઓટોમેશન સિસ્ટમ),રનર-અપ: PETXARN Team (AI આધારિત PET હેલ્થ કેર પ્લેટફોર્મ),
બિઝનેસ ટ્રેકમાં,વિજેતા: Trishula Team (અદ્યતન ડ્રોન ડિઝાઇન),નર-અપ: Trinity Chocolates Team (આર્ટિસનલ હેન્ડમેઇડ ચોકલેટ્સ)
વિજેતા અને રનર-અપ ટીમોને અનુક્રમે ₹9,000 અને ₹6,000 ના કેશ પ્રાઇઝ, ટ્રોફી અને મેડલ્સ આપવામાં આવ્યા.
પુરસ્કારનું વિતરણ SVITના માનનીય મેનેજમેન્ટ ટ્રસ્ટીઓ રાહુલ પટેલ, સ્મિત કમીનિ પટેલ અને સ્મિત કુશાંગી પટેલ દ્વારા કરવામાં આવ્યું.
BuzzTech જેવી પહેલો દ્વારા SVIT Vasad નવીનતા, સંશોધન અને ઉદ્યોગસાહસિકતાની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવી રહ્યું છે અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર ઈનોવેટર્સ તરીકે ઘડતા રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ