ગીર સોમનાથ ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓની તારીખમાં ફેરફાર
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આય
ગીર સોમનાથ ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓની તારીખમાં ફેરફાર


ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ચાલુ વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન તા. ૦૮-૧૧-૨૦૨૫ થી ૦૫-૧૨-૨૦૨૫ સુધી થશે. જેમાં લૉન ટેનીસ અને ટેકવોન્ડો સ્પર્ધાની તારીખમાં ફેરફાર થયો છે.

લૉન ટેનીસ અન્વયે તા.૨૨-૧૧-૨૦૨૫ના રોજ અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા તેમજ તા.૨૩-૧૧-૨૦૨૫ના રોજ ઓપન એજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર, ૬૦ વર્ષથી ઉપર ભાઈઓ-બહેનોની સ્પર્ધા અંબુજા એ.ડી.એમ ઓફીસ ક્લબ કોડીનાર ખાતે યોજાશે. જેના કન્વીનરશ્રી મયુર વેગળ રહેશે. જેનો સંપર્ક ૯૨૭૪૩૨૯૭૧૮ છે.

ટેકવેન્ડો અન્વયે અંડર-૧૪,અંડર-૧૭, ઓપન એજ ગ્રુપ ભાઈઓ માટે તા.૨૨-૧૧-૨૦૨૫ અને બહેનો માટે તા.૨૩-૧૧-૨૦૨૫ના રોજ કે.કે.મોરી હાઈસ્કૂલ પ્રાંચી ખાતે યોજાશે. જેના કન્વીનર શ્રી એ.વી.પરમાર રહેશે. જેનો સંપર્ક નંબર ૮૨૦૦૩૭૨૧૨૧ થશે. એમ જિલ્લા રમતગમત અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande