ધોકડવા-ગીર ગઢડા રોડનું સમારકામ અંતે શરૂ કરાયું
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા-ગી૨ ગઢડા રોડની બિસ્માર સ્થિતિ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત રજૂઆત કરવામાં આવતી હતી અને તંત્ર અંતે હરકતમાં આવ્યું છે. લાંબા સમયથી ખાડા અને તૂટેલા માર્ગને કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ તથા વાહન
ધોકડવા-ગીર ગઢડા રોડનું સમારકામ અંતે શરૂ કરાયું


ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા-ગી૨ ગઢડા રોડની બિસ્માર સ્થિતિ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા સતત રજૂઆત કરવામાં આવતી હતી અને તંત્ર અંતે હરકતમાં આવ્યું છે. લાંબા સમયથી ખાડા અને તૂટેલા માર્ગને કારણે મુસાફરો, વિદ્યાર્થીઓ તથા વાહનચાલકો ભારે પરેશાન હતા તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરી છે. રોડ ઉપરના ખાડાઓ પૂરવાની કામગીરી હાલ ઝડપથી ચાલી રહી છે, જેથી આવનારા દિવસોમાં ધોકડવા સહિત આસપાસના ગ્રામજનોને રાહતની લાગણી અનુભવાઈ હતી અને વિદ્યાર્થી ઓ માં પણ ખુશીની આશા વ્યક્ત થઈ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande