
ગીર સોમનાથ, 15 નવેમ્બર (હિ.સ.) જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લામાં પશુઓ માટે ઘાસ-ચારાની જરૂરિયાત ઉભી થઈ હોવાથી રાજ્ય સરકારના હકારાત્મક અભિગમને પગલે જિલ્લા ઘાસના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે.
આજે ગીર ગઢડા તાલુકામાં પશુ-પાલકોને પોતાના ઢોર માટે ગીરગઢડા ખાતેથી ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઉપસ્થિતિમાં પશુપાલકોને ઘાસ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો.
જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકોને ઘાસ-ચારો મેળવવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવા ગીર ગઢડા મામલતદાર ઓફિસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ