કોડીનારથી જામવાળા સુધીનો રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ, માર્ગ અને મકાન રાજ્ય દ્વારા ૦૭ મીટરનો રસ્તો કરવાનું કામ પ્રગતિમાં
ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ચોમાસુ વિદાય લેતા જ ગીર સોમનાથ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગોની ઝડપી મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડીનારથી જામવાળા સુધીનો રસ્તો પહોળો કરવાની કામગીર
કોડીનારથી જામવાળા સુધીનો


ગીર સોમનાથ 15 નવેમ્બર (હિ.સ.) ચોમાસુ વિદાય લેતા જ ગીર સોમનાથ રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં માર્ગોની ઝડપી મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોડીનારથી જામવાળા સુધીનો રસ્તો પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કોડીનાર થી જામવાળા સુધીના રસ્તાને પહોળો કરવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ સમગ્ર રસ્તામાં કુલ ૧૧ કિલોમીટરમાં ૩.૭૫ મીટરના રસ્તામાંથી ૭ મીટર પહોળો રસ્તો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

રસ્તો પહોળો કરવાની આ કામગીરી અંતર્ગત હાલમાં બોક્સ કટીંગની કામગીરી શરૂ છે. આ કામ પૂરું થયા પછી ટૂંક સમયમાં મેટલિંગ કામ શરૂ કરવામાં આવશે. આ સમગ્ર રસ્તો પહોળો થયા પછી વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande