
જૂનાગઢ, 15 નવેમ્બર (હિ.સ.) ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જૂનાગઢ જિલ્લો—૦૨૫ અન્વયે કેશોદ તાલુકામાં વાહન મારફતે શહેરના મુખ્ય વિસ્તારોમાં SIR કાર્યક્રમ અંગે યોજાનાર ખાસ કેમ્પ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.
મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme) અન્વયે હાલમાં ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે. જે કાર્ય સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદ્રશન હેઠળ જિલ્લાના મતદાન મથકો પર તા. ૧૫-૧૧-૨૦૨૫, ૧૬-૧૧-૨૦૨૫, ૨૨-૧૧-૨૦૨૫ અને ૨૩-૧૧-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી વિશેષ કેમ્પો યોજવામાં આવશે.આ વિશેષ કેમ્પમાં મતદાન મથકો પર બીએલઓ હાજર રહેનાર છે. ત્યારે મતદારોને નામ ચકાસણી તથા ગણતરી ફોર્મ જમા કરવા સહિતની બાબતે યોજાનાર વિશેષ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ