
જૂનાગઢ 15 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ નવીનીકરણની કામગીરી નું નિરીક્ષણ આજ રોજ કમિશનર તેજસ પરમારે કર્યુ હતુ.
જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ રોડ રસ્તાના મરામતની કામગીરી પ્રગતિ હેઠળ છે. ત્યારે આજ રોજ કમીશનર તેજસ પરમારે જોષીપરા વિસ્તારમાં આબાંવાડી વિસ્તાર થી શાકમાર્કેટ સુધી આરસીસીનુ કામ શરૂ છે. કમિશનરએ આ કામગીરી નિરીક્ષણ કરવાની સાથે જરૂરી સૂચનો સંબંધિત અધિકારીઓને આપ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ