
સુરત, 15 નવેમ્બર (હિ.સ.)-વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 નવેમ્બર) ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. 31 ઑક્ટોબરે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી બાદ હવે તેઓ રાજ્યના આદિવાસી વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે.
સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ પર આગમન થયું, જ્યાં સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ભવ્ય જીત બાદ મોદીનો આ પ્રથમ ગુજરાત પ્રવાસ છે.
સુરતના કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં યોજાનારી ‘આદિવાસી ગૌરવ દિવસ’ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણીમાં ભાગ લેશે. તેઓ પહેલા દેવ મોગરા મંદિરે પૂજા-અર્ચના કરશે અને પછી દેડિયાપાડા ખાતે જનસભાને સંબોધિત કરશે. અહીં તેઓ રૂ. 7900 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે.
આ સમગ્ર પ્રવાસ મુખ્યત્વે આદિવાસી વિસ્તારને સમર્પિત છે. સમયપત્રક મુજબ સાંજે વડાપ્રધાન સુરત એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
વડાપ્રધાન મોદીનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ
સવારના 7:45 – દિલ્હીથી રવાના
9:20 – સુરત એરપોર્ટ પર આગમન
9:20 – સુરત એરપોર્ટથી હેલિપેડ જવા રવાના
9:45 – સુરત હેલિપેડ પર આગમન
9:50 – બાય રોડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે રવાના
9:55 – બુલેટ ટ્રેન સ્ટેશન પર આગમન
10:00 થી 11:15 – બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત
11:20 – બાય રોડ હેલિપેડ માટે રવાના
12:40 – દેવ મોગરા મંદિર આગમન
12:45 થી 1:00 – દેવ મોગરા મંદિરમાં પૂજા
1:05 – દેવ મોગરા મંદિરથી હેલિપેડ જવા રવાના
1:15 – દેવ મોગરા હેલિપેડથી દેડિયાપાડા જવા ટેકઓફ
1:35 – દેડિયાપાડા હેલિપેડ આગમન
1:40 – હેલિપેડથી સભા સ્થળ માટે બાય રોડ રવાના
2:10 – સભા સ્થળ પર આગમન
2:15 થી 4:00 – બિરસા મુંડાની 150મી જયંતિ ઉજવણી અને જનસભા
4:05 – સભા સ્થળથી હેલિપેડ જવા રવાના
4:10 – દેડિયાપાડા હેલિપેડ આગમન
4:15 – દેડિયાપાડાથી સુરત એરપોર્ટ જવા રવાના
5:00 – સુરત એરપોર્ટ આગમન
5:05 – દિલ્હી તરફ રવાના
6:40 – દિલ્હી એરપોર્ટ પહોંચશે
મોદીના પ્રવાસમાં મોટો ફેરફાર : બિહારવાસીઓની સાથે ખાસ મુલાકાત
વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી રવાના થાય તે પહેલા તેઓ સુરતમાં વસતા બિહારના લોકોને મળશે અને તેમનું અભિવાદન સ્વીકારશે.
સાંજે 4 વાગ્યે સુરત એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં બિહાર સમુદાયના લોકો વડાપ્રધાનનું સ્વાગત કરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે