કુળદેવી દેવમોગરા માતાના દર્શન કરી, ડેડિયાપાડામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો
રાજપીપલા,15 નવેમ્બર (હિ.સ.) ગુજરાતની ધરતી પરથી ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી નિમિત્તે આદિવાસી ગૌરવનો સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. નર્મદા જિલ્લાની મુલાકાતે છે. કુળદેવી દેવમોગર
કુળદેવી દેવમોગરા માતાના દર્શન કરી ડેડિયાપાડામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો


રાજપીપલા,15 નવેમ્બર (હિ.સ.) ગુજરાતની ધરતી પરથી ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી નિમિત્તે આદિવાસી ગૌરવનો સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે. નર્મદા જિલ્લાની મુલાકાતે છે. કુળદેવી દેવમોગરા માતાના દર્શન કરી ડેડિયાપાડામાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો કરી રહ્યા છે. વડાપ્રધાને દેવમોગરામાં મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી છે.

વડાપ્રધાન સુરત એરપોર્ટથી હેલીકોપ્ટરમાં અંત્રોલી પહોંચ્યા હતા અને બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ ડેડીયાપાડા જવા રવાના થયા. જ્યાં તેઓ બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણીમાં જોડાશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે.

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસમાં ફેરફાર કરાયો છે. વડાપ્રધાન દિલ્હી જતા પહેલા સુરતમાં વસતા બિહારના લોકોનું અભિવાદન ઝીલશે. સાંજે 4 વાગ્યે સુરત એરપોર્ટ બહાર 10થી 15 હજાર લોકો વડાપ્રધાનનું સ્વાગત કરશે.

વડાપ્રધાને સવારે 10 વાગ્યે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરી છે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે.

ગુજરાતની ધરતી પરથી ભગવાન બિરસા મુંડાની 150મી જયંતી નિમિત્તે આદિવાસી ગૌરવનો સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાની મુલાકાતે છે. તેમણે દેવમોગરામાં મંદિરમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી છે. તેઓ ખાસ નર્મદાના ડેડીયાપાડામાં ઉપસ્થિત રહેવાના છે. અહીં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો. નોંધનીય છે કે, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડેડીયાપાડા ખાતે બિરસા મુંડાની એક માત્ર પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમાને વડાપ્રધાન પુષ્પાઅંજલી અર્પણ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નર્મદાના ડેડીયાપાડા ખાતે વિશાળ જનસભાને સંબોધશે. તેમનો આ પ્રવાસ આદિવાસી સમાજમાં નવી ઊર્જાનો સંચાર કરશે. સ્થાનિક લોકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે.જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઇ રહી છે.

15 નવેમ્બર 2025ના દિવસે કેન્દ્ર સરકાર દ્વારા ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાતના નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande