
- બુલેટ ટ્રેનના સ્ટેશનની મુલાકાત લેશે, ડેડિયાપાડામાં ₹9,700 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-શિલાન્યાસ કરશે
અમદાવાદ,15 નવેમ્બર (હિ.સ.) બિહારમાં ભવ્ય જીત મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાએક દિવસીય પ્રવાસે પહોંચી ગયા છે.સુરત એરપોર્ટ પર આગમન, એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે સીધા અંત્રોલી જવા રવાના થયા છે.
અહીં બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા જશે.જ્યાં આદિવાસી સમાજ માટે આસ્થાના પ્રતિક ગણાતા દેવમોગરા મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં આયોજિત આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં સામેલ થશે.
ડેડિયાપાડામાં વિશાળ જનસભાને સંબોધન કરશે અને ગુજરાતને 9700 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.
પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યે સુરત બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં દેવમોગરા મંદિરમાં પ્રાર્થના કરશે અને દર્શન કરશે. ત્યારબાદ બપોરે લગભગ 2:45 વાગ્યે તેઓ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડાની મુલાકાત લેશે અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ₹9,700 કરોડથી વધુની વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તેમજ સભાને સંબોધન પણ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ