ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ વિશેષ કેમ્પ યોજાશે
તા.૧૫-૧૬ નવેમ્બર તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે કેમ્પ ગીર સોમનાથ, 15 નવેમ્બર (હિ.સ.) : મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. આ
જિલ્લામાં મતદારયાદી ખાસ


તા.૧૫-૧૬ નવેમ્બર તેમજ તા.૨૨-૨૩ નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે કેમ્પ

ગીર સોમનાથ, 15 નવેમ્બર (હિ.સ.) : મતદારયાદી ખાસ સધન સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત તા.૦૪/૧૧/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ સુધીના સમયગાળાને ગણતરીના તબકકા તરીકે નકકી કરવામાં આવ્યો છે. આ કામગીરી સુનિયોજીત રીતે થાય અને નાગરિકોને કોઈ અગવડતા ન પડે તે માટે ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી ખાસ સધન સુધારણા કાર્યક્રમ હેઠળ તા. ૧૫/૧૬ નવેમ્બર તેમજ તા.૨૨/૨૩ નવેમ્બર એમ બે તબક્કામાં વિશેષ કેમ્પ યોજાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, નાગરિકોને ગણતરી ફોર્મ ભરવામાં સરળતા રહે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૧૫-૧૬ નવેમ્બરના રોજ તેમજ તા. ૨૨-૨૩ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી વિશેષ કેમ્પ યોજવામાં આવશે. જેમાં સંબંધિત વિસ્તારના બૂથ લેવલ ઓફીસરતેમના મતદાન મથક ખાતે હાજર રહેશે.

જે મતદારોને ફોર્મ ભરવા માટે મદદની જરૂર હોય તેમજ વર્ષ ૨૦૦૨ની મતદારયાદી શોધવામાં બી.એલ.ઓ મદદરૂપ થશે તેમજ આ વિશેષ કેમ્પની મદદથી બાકી રહેલા મતદારો આ સમયગાળા દરમિયાન બી.એલ.ઓની મદદથી મેપીંગ/લિન્કીંગ કરાવી શકશે. સમગ્ર જિલ્લાના મતદાન મથકો પર યોજાનાર આ કેમ્પનો મહત્તમ નાગરિકો લાભ લે અને જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપે એમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, જો કોઈ મતદારે ઓનલાઈન એન્યૂમરેશન ફોર્મ ભરવુ હોય તો વોટર્સ સર્વિસ પોર્ટલ https://voters.eci.gov.in/login પરથી ભરી શકશે. તેમજ મતદાર બૂથ લેવલ ઓફિસરનો ફોનથી સંપર્ક કરી શકે તે માટે https://voters.eci.gov.in/ પરથી Book a Call With BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. કોલ બુક થયા બાદ બીએલઓ દ્વારા ૪૮ કલાકની અંદર સામેથી મતદારનો સંપર્ક કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande