એક ભારત,શ્રેષ્ઠ ભારત'ની કલ્પનાને સાકાર કરવા વડાપ્રધાનએ પરિણામલક્ષી પ્રયાસો કર્યા : પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા
- સરદાર સાહેબની વિશ્વની અતિવિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર દેશનું પર્યટન તીર્થ બન્યું છે : અંદમાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશી - ભારત પર્વમાં દેશની લાગણીઓ એકત્ર થઈ છે, આ પર્વ ભારતની આત્મા સાબિત થઈ રહી છે : કર્ણાટક વ
એક ભારત,શ્રેષ્ઠ ભારતની કલ્પનાને સાકાર કરવા વડાપ્રધાનએ  પરિણામલક્ષી પ્રયાસો કર્યા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા


એક ભારત,શ્રેષ્ઠ ભારતની કલ્પનાને સાકાર કરવા વડાપ્રધાનએ  પરિણામલક્ષી પ્રયાસો કર્યા પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા


- સરદાર સાહેબની વિશ્વની અતિવિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર દેશનું પર્યટન તીર્થ બન્યું છે : અંદમાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશી

- ભારત પર્વમાં દેશની લાગણીઓ એકત્ર થઈ છે, આ પર્વ ભારતની આત્મા સાબિત થઈ રહી છે : કર્ણાટક વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટી

રાજપીપલા, 15 નવેમ્બર (હિ.સ.) : 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના સૂત્રને સાકાર કરવા માટે 14 નવેમ્બરના રોજ એકતાનગર ખાતે ભારત પર્વ 2025ની ઉજવણીને અનુલક્ષીને સાંસ્કૃતિક સંધ્યામાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા, અંદમાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી.કે. જોશી, કર્ણાટક વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટી અને રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાતની ભવ્યતા, સંસ્કાર, વિરાસત અને નૃત્ય કલાની ઝલક 'ગરવી ગુજરાત' ની શાનદાર પ્રસ્તુતિ સહિત ચંડીગઢ, પોન્ડુચેરી, દમણ-દીવ, લક્ષદીપ તથા અંદમાન-નિકોબારની સાંસ્કૃતિક કૃતિઓએ મહાનુભાવો તેમજ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.

આ તકે, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું કે, 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની કલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. ગુજરાત સરકારે પણ ભારત પર્વની ઉજવણીનું ભવ્ય આયોજન કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલે ભવ્ય ડેમની કલ્પના કરી હતી, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાકાર કર્યું છે. નર્મદા નદી પર સ્થિત આ વિશાળ ડેમ સરદાર સાહેબની જ વિરાટ પ્રતિમા સમક્ષ છે. આ ઉજવણીનો આશય દેશની એકતાને મજબૂત કરવાનો છે. સરદાર સાહેબના કારણે ભારત પર્વની ઉજવણી શક્ય બની છે. 562 રજવાડાઓને એક કરીને સરદારે અખન્ડ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું.

અંદમાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશીએ જણાવ્યું કે, વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા, તેમજ વિવિધ પ્રકલ્પો નિહાળ્યા છે. અહીં દેશના તમામ પ્રાંતોના નાગરિકો અહીં આવે છે. પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, સરદાર સાહેબની વિશ્વની અતિવિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ભારતનું પર્યટનનું તીર્થ સ્થળ બન્યું છે.

કર્ણાટક વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટીએ જણાવ્યું કે, ભારત પર્વની ઉજવણી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ના સૂત્રને સાકાર કરવા થઇ છે. દેશના વિવિધ પ્રાંતોની બોલી-ભાષા, ખાન પાન, કલા-સંસ્કૃતિ, વૈવિધ્યપૂર્ણ વારસો અને પ્રવાસન સ્થળોની જાણકારી ભારત પર્વના માધ્યમથી મળી રહી છે. એકતા નગર ખાતે દેશની લાગણીઓ એકત્ર થઈ છે, આ પર્વ ભારતની આત્મા સાબિત થઈ રહી છે.

રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાનું નિર્માણ કરાવ્યું, જ્યાં હાલ ભારત પર્વની ઉજવણી થઈ રહી છે. આ માત્ર ઉજવણી નથી, દેશના લોકોને એકસૂત્રતામાં બાંધવાનો સંકલ્પ છે. અહીંના વિવિધ પ્રકલ્પો એક વિઝન સાથે તૈયાર કરાયેલા છે. સરદાર સાહેબે રજવાડાઓને એક કર્યા, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસની નવી દિશા આપી છે.

ભારત પર્વ 2025ની ઉજવણી પ્રસંગે મંત્રી વાઘાણીએ ભારત દર્શન થીમ પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયનની મુલાકાત લઈને વિવિધ રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓની માહિતી મેળવી હતી.

ઉપરાંત ઉભા કરાયેલા ફૂડ સ્ટોલ અને લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાઈ રહી છે. મંત્રી વાઘાણીએ પણ પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. આ ઉપરાંત, હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલની પણ મંત્રી વાઘાણીએ મુલાકાત લીધી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande