પાટણ હત્યા કેસમાં આરોપીને, 15 દિવસ માટે લગ્નમાં હાજરી માટે જામીન મળ્યા
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં ફેબ્રુઆરી 2023માં થયેલા હત્યા કેસના આરોપી જૈનેશ રાજેશભાઈ તાડાને, તેના નાના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે 15 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સેશન્સ જજ એમ.એ. શેખે આરોપીને 16 નવેમ્બર 2025થી 30 નવેમ્બર
પાટણ હત્યા કેસમાં આરોપીને 15 દિવસ માટે લગ્નમાં હાજરી માટે જામીન મળ્યા


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં ફેબ્રુઆરી 2023માં થયેલા હત્યા કેસના આરોપી જૈનેશ રાજેશભાઈ તાડાને, તેના નાના ભાઈના લગ્નમાં હાજરી આપવા માટે 15 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સેશન્સ જજ એમ.એ. શેખે આરોપીને 16 નવેમ્બર 2025થી 30 નવેમ્બર 2025 સુધી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

જૈનેશ હાલમાં પાટણ સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે. તેણે હાર્દિક સુથારની હત્યાનો આરોપ સામનો કરવો છે, જે સરદાર કોમ્પ્લેક્સમાં આવેલા વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો.

આરોપીના વકીલ અમિતભાઈ એમ. ઠક્કરે કોર્ટમાં જણાવ્યુ હતું કે, જૈનેશ લાંબા સમયથી કસ્ટડીમાં છે અને પિતાનું તાજેતરમાં અવસાન થયાના કારણે લગ્નની તમામ વ્યવસ્થા કરવી તેની જવાબદારી છે. વકીલે ખાતરી આપી કે, આરોપી જામીનની તમામ શરતોનું પાલન કરશે. સરકારી વકીલે આ અરજીનો વિરોધ કર્યો હતો અને વધુ જાળવણી સાથે જ જામીન મંજૂર કરવાની માગણી કરી.

પાટણ સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી જૈનેશનો જામીન મંજૂર કર્યો. આરોપીએ રૂ. 1 લાખ ડિપોઝિટ અને રૂ. 1 લાખના સધ્ધર જામીન તેમજ જાત મુચરકો રજૂ કરવા ફરજ પડી. જામીન માટેની શરતોમાં 30 નવેમ્બર 2025ના રોજ સાંજે જેલમાં પરત હાજર થવું અને સંબંધિત પોલીસ જાપ્તાનો ખર્ચ ભરી તે જાપ્તો પૂરો પાડવો શામેલ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande