ભાવનગર રેલવે મંડળના વેરાવળ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા ઉત્તમ અને સરાહનીય કાર્ય
ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) ગડૂ (શેરબાગ) ગામના બે બાળક દિવ્ય કલ્પેશભાઈ જેઠવા અને હર્ષિલ કલ્પેશભાઈ જેઠવા, બન્ને ઉંમર અંદાજે 12 વર્ષ, સવારે લગભગ 8:00 વાગ્યે લાપતા થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતીના આધારે સંદેહ હતો કે, તેઓ સવારે 10:05 વાગ્યે પ્રસ્થાન કરતી જબ
વેરાવળ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા


ભાવનગર, 16 નવેમ્બર (હિ.સ.) ગડૂ (શેરબાગ) ગામના બે બાળક દિવ્ય કલ્પેશભાઈ જેઠવા અને હર્ષિલ કલ્પેશભાઈ જેઠવા, બન્ને ઉંમર અંદાજે 12 વર્ષ, સવારે લગભગ 8:00 વાગ્યે લાપતા થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતીના આધારે સંદેહ હતો કે, તેઓ સવારે 10:05 વાગ્યે પ્રસ્થાન કરતી જબલપુર ટ્રેનમાં સવાર થઈ ગયા હોઈ શકે છે.

પરિવારજન તરત જ વેરાવળ રેલવે સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત અશોક ખંડેલવાલ (CTI–વેરાવળ) અને રવિ ચૂડાસમા (HTC–વેરાવળ) સાથે હતા. છતાં પરિવારજન બંને રેલવે કર્મચારીઓ માટે સંપૂર્ણ રીતે અજાણ્યા હતા, તેમ છતાં બંને કર્મચારીઓએ આ સ્થિતિ ખૂબ જ સંવેદનશીલતા, માનવતા અને સમર્પણ સાથે સંભાળી — જાણે કે તેમના પોતાના જ બાળકો ગુમ થયા હોય તેમ.

બન્ને કર્મચારીઓ આખો સમય પરિવાર સાથે રહી શક્ય દરેક મદદ કરતા રહ્યા, એટલું જ નહીં પરંતુ તેમણે રાત્રે 11 વાગ્યા સુધી પોતાનું ભોજન પણ લીધું નહોતું. લગભગ રાત્રે 11 વાગ્યે અમદાવાદ રેલવે સ્ટેશનમાંથી માહિતી મળી કે બંને બાલકો સુરક્ષિત મળી ગયા છે. પરિવારને પૂર્ણ આશ્વાસન મળ્યા બાદ અને બાળકોની સલામતીની પુષ્ટિ થયા પછી જ બંને કર્મચારીઓ રાત્રે મોડે પોતાના ઘરે પરત ફર્યા.

ઉક્ત બાળકોના પરિવારજનો દ્વારા વેરાવળ રેલવે સ્ટેશનના સમગ્ર સ્ટાફ, કેમેરા ચેકાશ વિભાગ અને RPF પોલીસ દ્વારા આપવામાં આવેલા સહકાર અને સમન્વય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. ખાસ કરીને શ્રી અશોક ખંડેલવાલ (CTI–વેરાવળ) અને રવિ ચૂડાસમા (HTC–વેરાવળ) દ્વારા દર્શાવવામાં આવેલી તત્કાલ કાર્યવાહી, નેતૃત્વ, સંવેદનશીલતા અને ફરજનિષ્ઠા માટે પરિવારજનો દ્વારા વિશેષ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી છે.

તેમના સમયસૂચક પ્રતિભાવ, માનવતાપૂર્ણ વલણ અને અવિરત પ્રયાસોથી પરિવાર સહિત આખું ગામ સમાજ ખૂબ જ પ્રભાવિત થયો છે.

પરિવારજનો, ખાસ કરીને બાળકોના માતા–પિતા, સંબંધીઓ અને તમામ સંકળાયેલા વ્યક્તિઓએ વેરાવળ રેલવે સ્ટેશનની સમગ્ર ટીમ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. કર્મચારી ખંડેલવાલ અને ચૂડાસમા ભારતીય રેલવે માટે એક મૂલ્યવાન સંપત્તિ છે.

બાળકોના પરિજનોનું કહેવું છે કે ભારતીય રેલ્વે દ્વારા દર્શાવેલ આ ઉત્તમ સેવા, માનવિય સંવેદના અને ફરજનિષ્ઠાની તેઓ પ્રશંસા કરે છે. આવા કર્મચારીઓ ભારતીય રેલ્વેને સમગ્ર દેશમાં વિશ્વાસ અને સેવાનું પ્રતિક બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande