મંડળ રેલ હોસ્પિટલ, ભાવનગરમાં મહિલા કર્મચારીઓ માટે સેનિટરી પેડ વેન્ડિંગ મશીનની સ્થાપના
ભાવનગર 16 નવેમ્બર (હિ.સ.) મહિલા રેલ કર્મચારીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ભાવનગર રેલવે મંડળ દ્વારા રેલ હોસ્પિટલ, ભાવનગરમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીનની સ્થાપના કરવામાં આવી હતી. આ વ્યવસ્થા મહિલા કર્મચારીઓને કાર્યસ્થળે જ
સેનિટરી પેડ વેન્ડિંગ મશીનની


ભાવનગર 16 નવેમ્બર (હિ.સ.) મહિલા રેલ કર્મચારીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ભાવનગર રેલવે મંડળ દ્વારા રેલ હોસ્પિટલ, ભાવનગરમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીનની સ્થાપના કરવામાં આવી હતી. આ વ્યવસ્થા મહિલા કર્મચારીઓને કાર્યસ્થળે જ સરળ, સુરક્ષિત અને માનસભર આરોગ્ય સુવિધા પૂરી પાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ વેન્ડિંગ મશીન કર્મચારી હિત નિધિ (SBF)ના સૌજન્યથી સ્થાપિત કરવામાં આવ્યું છે. આ અવસરે સહાયક કાર્મિક અધિકારી શ્રી વાય. રાધેશ્યામજીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્ય ચિકિત્સા અધિકારી શ્રી સુબોધ કુમાર, વરિષ્ઠ ચિકિત્સા અધિકારીઓ તથા વિવિધ યુનિયન પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા.

સેનિટરી પેડ વેન્ડિંગ મશીનની સ્થાપનાથી મહિલા કર્મચારીઓને આકસ્મિક પરિસ્થિતિમાં પણ તાત્કાલિક અને સ્વચ્છતાપૂર્વક જરૂરી સુવિધાઓ મળી રહેશે. આ પગલું કાર્યસ્થળ પર મહિલાઓના આરોગ્ય સુરક્ષા અને ‘હાઇજીનિક વર્ક એન્વાયર્નમેન્ટ’ની દિશામાં ભાવનગર મંડળની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

ભાવનગર રેલ મંડળ ભવિષ્યમાં પણ મહિલા કર્મચારીઓના સર્વાંગી કલ્યાણ માટે આવા મહત્વપૂર્ણ પગલાં લેવાની પ્રતિબદ્ધતા ધરાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande