જુનાગઢ વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
જુનાગઢ, 16 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢના વડાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફીસર, જુનાગઢ ડો.જી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ અકસ્માત, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, સગર્ભા માતા અને જરૂરિયાતમંદ દર્દીઓને લોહી મળી રહે એવા ઉદેશ થી રકતદાન કેમ્પનું આયો
જુનાગઢ વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું


જુનાગઢ, 16 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢના વડાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા હેલ્થ ઓફીસર, જુનાગઢ ડો.જી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ અકસ્માત, થેલેસેમિયા ગ્રસ્ત બાળકો, સગર્ભા માતા અને જરૂરિયાતમંદ દર્દીઓને લોહી મળી રહે એવા ઉદેશ થી રકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં 41 બોટલ લોહી એકત્રિત થયું હતું. આ કેમ્પમાં વડાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્રારા જહેમત ઉઠાવામા આવેલ ખાસ આ કેમ્પમાં જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય પ્રવિણ પટોળીયા ઉપસ્થિત રહી રકતદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande