
સુરત, 16 નવેમ્બર (હિ.સ.) : રાજ્યમાં શિયાળાનો ચમકારો ધીમે-ધીમે વધી રહ્યો છે. સતત બીજા દિવસે કચ્છના નલિયામાં 12 ડિગ્રી તાપમાન નોંધાતા તે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે જતાં તમામ જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ વધ્યો છે.
તાપમાનમાં 2–3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ દરમિયાન ઉત્તર–પૂર્વ દિશામાંથી પવનો ફૂંકાશે, જેના કારણે આવતા દિવસોમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.
રાજ્યના અનેક શહેરોમાં 20 ડિગ્રીથી ઓછું તાપમાન
હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ લઘુત્તમ તાપમાન આ પ્રમાણે નોંધાયું:
કંડલા એરપોર્ટ – 14.6°C
રાજકોટ – 14.5°C
કેશોદ – 14.7°C
વડોદરા – 14.4°C
અમરેલી – 15.2°C
ડીસા – 15.3°C
ગાંધીનગર – 15.5°C
મહુવા – 15.6°C
દીવ – 15.8°C
અમદાવાદ – 16.6°C
ભાવનગર – 16.6°C
પોરબંદર – 16.4°C
વલ્લભ વિદ્યાનગર – 17.2°C
સુરત – 18.6°C
વેરાવળ – 19.8°C
સુરેન્દ્રનગર – 17.0°C
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે