હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોર્સ અને પી.જી. અભ્યાસક્રમ અંગે નિર્ણય
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એકેડેમિક કાઉન્સિલની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ. બેઠકમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ઉપસ્થિત સભ્યોમાં કુલપતિ, રજિસ્
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નવા કોર્સ અને પી.જી. અભ્યાસક્રમ અંગે નિર્ણય


પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણની એકેડેમિક કાઉન્સિલની બેઠક કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં યોજાઈ. બેઠકમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા. ઉપસ્થિત સભ્યોમાં કુલપતિ, રજિસ્ટ્રાર, અને અન્ય શિક્ષણ વિભાગના સભ્યો હતા, જ્યારે કેટલાક સભ્યો ઓનલાઈન જોડાયા હતા.

બેઠકમાં જૈનોલોજી અંતર્ગત સ્ક્રીપ્ટોલોજી (લીપિશાસ્ત્ર)નો 30 કલાકનો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનો નિર્ણય થયો, જેમાં જૈન ટ્રસ્ટ સહાય કરશે. ઉપરાંત, રાણકીવાવ, મોઢેરા અને સિદ્ધપુર જેવા પાટણના વર્લ્ડ હેરિટેજ વારસાના પુરાતત્વીય સંશોધન માટે 30 કલાકનો ગાઈડ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનો વિચાર કરવામાં આવ્યો. કોલેજો પોતાના વિસ્તારના વારસાને ધ્યાનમાં રાખીને આ કોર્સ શરૂ કરી શકે છે, જેનાથી વિદ્યાર્થીઓને રોજગારીની તક મળશે.

યુનિવર્સિટીએ કેટલીક કોલેજોને શરતો પૂરી કરવા માટે પહેલાથી સમય આપ્યો હતો અને હવે વધારાના 45 દિવસ આપ્યા છે. જે કોલેજોએ આ સમયગાળામાં પણ શરતો પૂરી ન કરી, તેમની યાદી સરકારમાં મોકલવામાં આવશે.

નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) અંતર્ગત એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પીએચ.ડી. માટે ચાર વર્ષનો અભ્યાસક્રમ અમલમાં મુકવાનો નિર્ણય લેવાયો છે. હાલના ત્રણ વત્તા બે વર્ષના કોર્સને ચાર વર્ષમાં વિસ્તારી, અનુસ્નાતકનું વર્ષ એક વર્ષનું રહેશે. ચાર વર્ષના પી.જી. કોર્સના કારણે પીએચ.ડી. માટે ગાઈડની લાયકાત ધરાવતા અધ્યાપકો ચોથા વર્ષમાં માર્ગદર્શન આપી શકશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande