
ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) નવાબંદર મરીન પોલીસ દ્વારા દરીયાઇ માર્ગે ગેર કાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટ સાથે પકડી પાડી નવાબંદર મરીન પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૩૨૫૦૯૫૧/૨૦૨૫ પ્રોહી કલમ - ૬૫(ઇ),૯૮(૨),૯૯,૮૧,૧૧૬(બી) મુજબનો ગુન્હો દાખલ કરેલ આ ગુન્હામાં પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો/ બીયટ ટીન મળી કુલ નંગ- ૧૩૫૦૦ ના પ્રોહી મુદામાલ હોય, જેની કુલ કિ.રૂ.૫૬,૧૭,૩૬૦/- મુદામાલ સાથે ૦૯ (નવ) આરોપીઓ તેમજ એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને પકડી પાડેલ અને તપાસ દરમ્યાન રોનક લાલજીભાઇ ઉ.વ.૩૩ પકડી પાડેલ અને ધોરણસરની કાર્યવાહી કરેલ. આ ગુન્હામાં અટક કરેલ આરોપીઓના પોલીસ કસ્ટડી સમય દરમ્યાન તેમજ રીમાન્ડ દરમ્યાન આગવી ઢબે યુકિત પ્રયુકિતથી પુછ પરછ કરતા જણાય આવેલ કે, આ ઇગ્લીસ દારૂનો જથ્થો પુરો પાડનાર નાની દમણના મુખ્ય સુત્રધાર તેમજ સોમનાથ મરીન પો.સ્ટે. તથા કોડીનાર પો.સ્ટે. તથા ડુંગરી પો.સ્ટે.( વલસાડ ) મા નાસતો - ફરતો આરોપી- આશીષભાઇ ઉર્ફે અજય નરસીભાઇ ટંડેલ તથા વલસાડના વતની નિતેશભાઇ કાલુભાઈ રાજપુત વાળાને પકડવાના બાકી હોય અને આ ગુન્હાની તપાસ અમો
જુનાગઢ રેન્જ આઇ.જી.પી નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ ઉના નાઓના સુપરવિઝન હેઠળ ચલાવતા હોય જેઓએ આ ગુન્હાના મુળ સુધી પહોંચી સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સખત સુચના આપેલ.
જે મુજબ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ગીર સોમનાથ નાઓએ દારૂનો જથ્થો પુરો પાડનાર નાની દમણના મુખ્ય સુત્રધાર તેમજ ત્રણ પોલીસ સ્ટેશનમાં નાસતો - ફરતો આરોપી આશીષભાઇ ઉર્ફે અજય નરસીભાઇ ટંડેલ તથા વલસાડના વતની નિતેશભાઇ કાલુભાઇ રાજપુત નાઓને તાત્કાલીક ધોરણે ટીમ બનાવી ટેકનીકલ ડેટા એનાલીસીસ કરી આરોપીઓના લોકેશન મેળવી પકડવા માટે સુચના કરતા ઇ/ચા પોલીસ ઇન્સ. એચ.એલ.જેબલીયાનાઓએ નવાબંદર મરીન પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. મનુભાઇ લાખાભાઇ સોલંકી તથા પો.કોન્સ. જીતેન્દ્રસિંહ જેઠાભાઇ ચુડાસમા તથા નરેશભાઇ ભીખાભાઇ બળાઇ તથા સંજયભાઇ નથુભાઇ કિડચાએ રીતેની એક ટીમ બનાવી ટેકનીકલ ડેટા એનાલીસીસ કરી વલસાડ ખાડે જઈ ટીમ દ્વારા આરોપી - (૧) આશીષભાઇ ઉર્ફે અજય નરસીભાઈ ટંડેલ રહે. નાની દમણ તથા
(૨) નિતેશભાઇ કાલુભાઇ રાજપુત રહે.વલસાડ વાળાને પકડી પાડેલ.
પુછપરછ કરતા પોતે આ ઇંગ્લીસ દારૂનો જથ્થો પુરો પાડેલ હોવાની કબુલાત કરી. જેથી (૧) આશીષભાઇ ઉર્ફે અજય નરસીભાઇ ટંડેલ રહે. નાની દમણ તથા (૨) નિતેશભાઇ કાલુભાઇ રાજપુત રહે.વલસાડ વાળાને, સદરહુ ગુન્હાના કામે અટક કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
- (૧) આશીષભાઇ ઉર્ફે અજય નરસી
- (૨) નિતેશભાઇ કાલુભાઇ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ