જી’ કેટેગરીના આયુષ્માન કાર્ડ બનાવવા અંગેનો કેમ્પ જિલ્લા સેવા સદન ખાતે યોજાયો, જિલ્લા કલેક્ટરએ કેમ્પની મુલાકાત લઈ કાર્ડ માટે પોતાના નામની નોંધણી કરાવી કર્મચારીઓને પ્રેરિત કર્યા
ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.)રાજ્ય સરકાર સામાન્ય નાગરિકની સેવા માટે હંમેશા તત્પર રહેતા પોતાના કર્મયોગીઓ માટે પણ એટલી જ સંવેદનશીલ અને સજાગ છે, જેના ભાગરૂપે કર્મચારીઓના સ્વાસ્થ્યની દરકાર કરતા સરકારી કર્મચારીઓને ‘જી-કેટેગરી’ (ગવર્મેન્ટ કેટેગરી) કાર્ડ
ગીર સોમનાથ  જી’ કેટેગરીના આયુષ્માન કાર્ડ બનાવવા અંગેનો કેમ્પ


ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.)રાજ્ય સરકાર સામાન્ય નાગરિકની સેવા માટે હંમેશા તત્પર રહેતા પોતાના કર્મયોગીઓ માટે પણ એટલી જ સંવેદનશીલ અને સજાગ છે, જેના ભાગરૂપે કર્મચારીઓના સ્વાસ્થ્યની દરકાર કરતા સરકારી કર્મચારીઓને ‘જી-કેટેગરી’ (ગવર્મેન્ટ કેટેગરી) કાર્ડ મળે તે માટે કલેક્ટર કચેરી, ઈણાજ ખાતે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આજે વિવિધ મિટિંગો વચ્ચે સમય કાઢીને આ કેમ્પમાં પહોંચીને કર્મચારીઓને પ્રેરિત કરતા પોતે પોતાનું નામ આ કાર્ડ માટે નોંધાવ્યું હતું.

કલેક્ટરએ સરકારી કર્મચારીઓ માટે આજે આયોજીત કરવામાં આવેલા કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે જણાવ્યું હતું અને બાકી રહેલા કર્મચારીઓ પણ સત્વરે આ કાર્ડ કઢાવી લે તે માટે માર્ગદર્શિત કર્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ગુજરાત કર્મચારી કર્મયોગી સ્વાસ્થય સુરક્ષા યોજના હેઠળ રૂ. ૧૦ લાખ સુધીની આરોગ્ય સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. તે અંતર્ગત આ કાર્ડ હેઠળ રૂ. ૦૫ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ ઉપલબ્ધ થશે.

આ કેમ્પની મુલાકાત વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, ધારાસભ્ય ભગવાન બારડ, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande