મતદારયાદી સઘન સુધારણા (SIR)ની કામગીરીનું નિરિક્ષણ કરતા, કલેક્ટર એન.વી.ઉપાધ્યાય
ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી.ઉપાધ્યાયે આજે સવારે મતદારયાદી સઘન સુધારણા (SIR)ની જિલ્લામાં ચાલતી કામગીરીનું પ્રત્યક્ષ નિરિક્ષણ કરવા જિલ્લાના વિવિધ બૂથ અને મથકોની મુલાકાત લીધી હતી. કલેક્ટરએ વેરાવળ સીટી વિસ્તાર
મતદારયાદી સઘન સુધારણા


ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એન.વી.ઉપાધ્યાયે આજે સવારે મતદારયાદી સઘન સુધારણા (SIR)ની જિલ્લામાં ચાલતી કામગીરીનું પ્રત્યક્ષ નિરિક્ષણ કરવા જિલ્લાના વિવિધ બૂથ અને મથકોની મુલાકાત લીધી હતી.

કલેક્ટરએ વેરાવળ સીટી વિસ્તાર અને તાલાલાના ગ્રામ્ય બુથોની મુલાકાત લીધી હતી. તેમણે મતદારયાદી સઘન સુધારણા અંતર્ગત મતદારોને અગવડતા ન પડે અને ઝડપથી કામ થાય એ દિશામાં કામગીરી કરવા ઉપસ્થિત કર્મચારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદી સઘન સુઘારણા કાર્યક્રમ (Special Intensive Revision-SIR) ચાલી રહ્યો છે. તેના ભાગ રૂપે દરેક મતદારને તેમના ઘરની નજીક માર્ગદર્શન મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ કેમ્પનું આયોજન પણ કરાયું છે.

જે અંતર્ગત તા. ૧૫, ૧૬ , ૨૨ અને ૨૩ નવેમ્બર,૨૦૨૫ના રોજ સવારે ૦૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી જિલ્લાના તમામ બૂથ લેવલ ઓફિસર તેમના મતદાન મથક પર હાજર રહેશે અને મતદારોને ફોર્મ ભરવામાં મદદ કરશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande