
ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરતાં વાહન ચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યાં હતાં.
આર.ટી.ઓ. ઓફિસર વાઘેલા દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાણઘાતક અકસ્માતોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો રજૂ કરી હતી.
વધુમાં, સૂત્રાપાડા તાલુકાના વિરોદર ગામે શક્તિ પેટ્રોલપંપ પાસે નેશનલ હાઈવે ઉપર મીડીયન કટ મુકવા બાબતે સ્થળ તપાસ અને અહેવાલ, શાંતિપરા થી સોમનાથ સર્કલ સુધીના નેશનલ હાઈવે પર બંધ સ્ટ્રીટલાઈટો ડારી ટોલ પ્લાઝા પાસે, રોડ પર માટી તથા કાટમાળનાં ઢગલા બાબતે અને નમસ્તે સર્કલ પાસે નેશનલ હાઈવે પર લાગેલા અનધિકૃત બેનર્સ સહિતના મુદ્દા વિશે વિગતો રજૂ કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, સર્વ નાયબ પોલીસ અધિક્ષક સી.પી.ખટાણા અને વી.આર.ખેંગાર, ચૌધરી, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ અને વાહનવ્યવહાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ