
ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા પ્રજાના કલ્યાણ માટે કાર્યરત કર્મચારીઓના સ્વાસ્થ્યની પણ દરકાર લેવાય તે માટે ‘જી-કેટેગરી’ના આયુષ્માન આરોગ્ય કાર્ડ અંગેનો સ્વાસ્થ્યલક્ષી નિર્ણય લેવાયો છે. તેને ધ્યાનમાં રાખીને જિલ્લાના કર્મચારીઓને પોતાના કાર્યસ્થળે જ આ કાર્ડ મળી રહે તે માટે આજે જી-કેટેગરીના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા બાળ અને પ્રજનન અધિકારી ડૉ.અરૂણ રોયે જણાવ્યું હતું.
તેમણે જિલ્લા સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પનો તમામ અધિકારીઓ-કર્મચારીઓ લાભ લે તે માટે અપીલ કરી બાકીના કર્મચારીઓ માટે આગામી સમયમાં અન્ય કેમ્પ તથા કાર્ડ કાઢી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેની જાણકારી આપી હતી.
ડૉ.રોયે જણાવ્યું હતું કે, આજની તણાવપૂર્ણ જીવનશૈલીમાં આરોગ્યરક્ષા એ મહત્વપૂર્ણ આયામ છે, ત્યારે સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવી આ કાર્ડ જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ સત્વરે મેળવી લે તે માટે સ્વાસ્થ્ય વિભાગ પૂરતો સાથ-સહકાર આપશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ