માધુપુર - પ્રાચી રોડ પર પેચ વર્કની કામગીરી થઈ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા મરામતની કામગીરી કરાઈ
ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા સૂચના આપી છે. જે અંતર્ગત કમોસમી વરસાદ બાદ ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વિવિધ રસ્તાઓની મરામત કામગીરી
માધુપુર - પ્રાચી રોડ પર પેચ વર્કની કામગીરી થઈ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા મરામતની કામગીરી કરાઈ


ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા સૂચના આપી છે. જે અંતર્ગત કમોસમી વરસાદ બાદ ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા વિવિધ રસ્તાઓની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.

ગીર સોમનાથ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલ રસ્તા પર પેચવર્કની કામગીરી પૂરજોશથી ચાલુ કરવામાં આવી છે. જે અંતર્ગત માધુપુર - પ્રાચી (સ્ટેટ હાઈવે) પર પેચવર્ક કરી મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આમ માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નુકસાન પામેલા માર્ગોને રિપેર કરવાની તથા મુસાફરોની સુવિધા અને સલામતીના કામો ઝડપથી પૂર્ણ કરવાની કામગીરી પૂરજોશમાં પ્રગતિ હેઠળ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande