ગીર સોમનાથના તાલાલામાં ગૌશાળા સફાઈ અભિયાન હાથ ધરાયું
ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) તાલાલાની ગૌ શાળામાં ઉત્પતિ એકાદશી ના દિવસે નિરામય યોગ & વેલનેસ સેન્ટર ના ભાઈઓ, બહેનો દ્વારા સવારે ગૌશાળા દર્શન, સેવા દિવસ અને સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું નિરામય યોગ એન્ડ વેલનેશ સેન્ટર માં તાલાલા શહેરના વિવિધ સમા
ગીર સોમનાથના તાલાલામાં ગૌશાળા સફાઈ અભિયાન હાથ ધરાયું


ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) તાલાલાની ગૌ શાળામાં ઉત્પતિ એકાદશી ના દિવસે નિરામય યોગ & વેલનેસ સેન્ટર ના ભાઈઓ, બહેનો દ્વારા સવારે ગૌશાળા દર્શન, સેવા દિવસ અને સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું નિરામય યોગ એન્ડ વેલનેશ સેન્ટર માં તાલાલા શહેરના વિવિધ સમાજના લોકો યોગ માટે જોડાય છે વિનામૂલ્યે ચાલતા આ યોગકેન્દ્રમાં જોડાયેલા ભાઈઓ બહેનો દ્વારા શહેરની ગૌ શાળા પરિસરની સફાઈ માટે એકાદશી નો દિવસ નક્કી કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે જેથી સામાજિક કાર્ય સાથે ગૌમાતા ની સેવા નો અવસર મળે છે રાષ્ટ્રીય સેવક સંઘ સાથે જોડાયેલા રમેશભાઈ કાનાબાર દ્વારા નિરામય યોગ એન્ડ વેલનેશ સેન્ટર તાલાલા માં શરૂ કરવામાં આવ્યું હોય જેમાં લોકો પોતાના આરોગ્ય સુધારવા સાથે શ્રમદાન થી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande