
ગીર સોમનાથ 16 નવેમ્બર (હિ.સ.) મતદારયાદી સઘન સુધારણા (SIR) અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં કામગીરી વેગવંતી બની છે. ત્યારે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયાએ જિલ્લાની અલગ-અલગ વિધાનસભા મતવિસ્તારની ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયાએ ૯૩-ઉના વિધાનસભા મતવિસ્તાર તેમજ ગીરગઢડા ખાતે આવેલા નેસ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી.
તેમણે નેસ વિસ્તારમાં રહેતા મતદારોને મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (sir) વિશે સમજ આપી અને નેસના મતદારોને ગણતરી ફોર્મ મળી ગયું છે તેની ખાતરી કરી હતી.
ઉપરાંત નેસ વિસ્તારના મતદારોને આ ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું અને આ ફોર્મ ભરવા માટે બૂથ લેવલ ઓફિસર્સ કઈ રીતે મદદ કરશે તે અંગેની સમજૂતી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ