ખેડૂતોમાં કૃષિને લગતુ અદ્યતન જ્ઞાન ફેલાવવા અને વિસ્તરણ પ્રવૃતિને વેગ આપવા, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ITC કંપની સાથે કરાર કરાયા
જૂનાગઢ, 16 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર વિસ્તારના કૃષિ વિકાસને લગતી સંશોધન, શિક્ષણ તેમજ વિસ્તરણ શિક્ષણ લક્ષી અનેક કામગીરી કરે છે. ખેડૂતોમાં કૃષિને લગતુ અદ્યતન જ્ઞાન ફેલાવવા આ વિસ્તરણ પ્રવૃતિને વેગ આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સ
ખેડૂતોમાં કૃષિને લગતુ અદ્યતન


જૂનાગઢ, 16 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સૌરાષ્ટ્ર વિસ્તારના કૃષિ વિકાસને લગતી સંશોધન, શિક્ષણ તેમજ વિસ્તરણ શિક્ષણ લક્ષી અનેક કામગીરી કરે છે. ખેડૂતોમાં કૃષિને લગતુ અદ્યતન જ્ઞાન ફેલાવવા આ વિસ્તરણ પ્રવૃતિને વેગ આપવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા ITC કંપની સાથે એક મહત્વપૂર્ણ કરાર કરવામાં (એમ.ઓ.યુ.) આવેલ છે.

આ કરાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ નાં કુલપતિ, ડૉ. વી. પી. ચોવટીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. એન. બી. જાદવ તથા હિમતસિંહ શેખાવત, પ્રોસેસ મેનેજર (ITC) અને ભાનુપ્રતાપસિંહ, ઓપરેશન મેનેજર (ITC) ની ઉપસ્થીતીમાં કરવામાં આવ્યા હતા.

આ કરારનો મુખ્ય ઉદેશ સૌરાષ્ટ્ર વિસ્તારના મુખ્ય પાકોના પાક સંરક્ષણ માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ના વૈજ્ઞાનિકો તેમજ કંપનીના તજજ્ઞોના સહકાર વડે સૌરાષ્ટ્ર વિસ્તારમના પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ સંકલિત જીવાત નિયંત્રણ, સંકલિત પોષણ વ્યવસ્થા અંગે ખેડૂતોમાં જાગૃતતા લાવવા તેમજ આ અંગેની તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે.જેથી સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ ખેડૂતો વૈજ્ઞાનીક પદ્ધતિઓ દ્વારા તેમના પાકોમાથી યોગ્ય ઉત્પાદન તેમજ વળતર મેળવી શકે એ માટેનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande