જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા રસ્તા મરામતની કામગીરી પુરજોશમાં, પદાધિકારીઓએ વોર્ડ નં ૯ ચાલી રહેલ રસ્તાના દુરસ્તીકરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું
જૂનાગઢ 16 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા સૂચના આપી છે. જૂનાગઢ મહાનગરના અસરગ્રસ્ત રસ્તાઓનું મરામતકાર્ય પુરજોશમાં ચાલુ છે. આજ રોજ કમિશનર તેજસ પરમાર ,મેયર ધર્મેશ પોશિયા, ડ
કમીશનર સહિતના પદાધિકારીઓ  અધીકારીઓ


જૂનાગઢ 16 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા સૂચના આપી છે. જૂનાગઢ મહાનગરના અસરગ્રસ્ત રસ્તાઓનું મરામતકાર્ય પુરજોશમાં ચાલુ છે.

આજ રોજ કમિશનર તેજસ પરમાર ,મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનસુ પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના દંડક મનન અભાણી સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ જૂ નાગઢ શહેરના વોર્ડ નંબર ૯ ગીરીરાજ મેઈન રોડ,જવાહર રોડ સહિતના વિસ્તારોમાં ચાલી રહેલ રોડ રસ્તા ના કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. તેમજ આગામી સમયમાં જે નવા રોડ રસ્તા ના મરામતની કામગીરી શરૂ થનાર છે. તેનું પણ નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande