
સુરત, 16 નવેમ્બર (હિ.સ.)-ચોર્યાસી વિધાનસભા મત
વિસ્તારના ઉંબેર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ માર્ગદર્શન
હેઠળ કનસાડ–સચિન–ઉન–આભવામાં સમાવિષ્ટ વિસ્તાર માટે કુલ રૂ.2472 લાખના ખર્ચે
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) PMAY–BLCના 618 આવાસ નિર્માણ કાર્યનું ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈના
હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈ એ
કહ્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત આ આવાસો દ્વારા આર્થિક
રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા તથા ગુણવત્તાસભર રહેઠાણ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના
લાઈટ એન્ડ ફાયર સમિતિના અધ્યક્ષ ચિરાગસિંહ સોલંકી, કોર્પોરેટર શ્રીમતી પિયુષાબેન પટેલ, પ્રમુખ
તેજસભાઈ આહીર, તથા મહામંત્રી
મનોજસિંહ સોલંકી સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે