
પાટણ, 16 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુરમાં શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ શ્રી શ્યામ આરાધના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મહોત્સવમાં સિદ્ધપુર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો અને ખાટુ શ્યામજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
'જય શ્રી શ્યામ'ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું. આરતી, ભજન-કીર્તન અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું, જેના દ્વારા ભક્તિભાવ પ્રગટ થયો.
આ પાવન પ્રસંગે સમાજમાં પ્રેમ, એકતા અને સેવા ભાવના વધે તે માટે વિશેષ પ્રાર્થનાઓ કરવામાં આવી. મહોત્સવને સફળ બનાવવા માટે શ્રી શ્યામ મિત્ર મંડળના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા.
મહોત્સવમાં સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત, એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ જોશી, નિરંજનભાઈ ઠાકર, ભરતભાઈ મોદી, મિહિરભાઈ પાધ્યા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. આ ભવ્ય મહોત્સવ સિદ્ધપુરના ધાર્મિક અને સામાજિક જીવનમાં યાદગાર પ્રસંગ તરીકે નોંધાયો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ