વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સિગ્નલ અને દૂરસંચાર વિભાગની ઓફિસનું ઉદ્ઘાટન
ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથમાં વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સિગ્નલ અને દૂરસંચાર વિભાગની ઓફિસનું ઉદ્ઘાટન વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજના પ્રમુખ જીતુ એમ કુહાડા એ કર્યું હતું. વેરાવળ રેલવે સ્ટેશ
વેરાવળ રેલવે સ્ટેશન ખાતે


ગીર સોમનાથ, 16 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથમાં વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સિગ્નલ અને દૂરસંચાર વિભાગની ઓફિસનું ઉદ્ઘાટન વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ તથા વેરાવળ પાટણ સોમનાથ સમસ્ત હિન્દુ સમાજના પ્રમુખ જીતુ એમ કુહાડા એ કર્યું હતું. વેરાવળ રેલવે સ્ટેશનનો વિકાસ જોતા જીતુ એમ કુહાડા દ્વારા આજથી 20 વર્ષ પહેલા જે રેલ્વે સ્ટેશનની હાલત હતી તેના કરતા છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનતા વેરાવળ તથા સોમનાથ રેલવે સ્ટેશનનો ચોમુખી વિકાસ થયેલ તેવું જીતુ કુહાડા દ્વારા જણાવવામાં આવેલ. ત્યારબાદ જીતુ કુહાડા દ્વારા નવી ઓફિસનો લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ગોપાલભાઈ ફોફંડી પૃથ્વી ફોફંડી વિજયભાઈ દરબાર તથા અન્ય કર્મચારી તથા ઓફિસરો હાજર રહેલા હતા. જીતુભાઈ કુહાડા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે સોમનાથ તથા વેરાવળના વિકાસ માટે ગ્રાન્ટો ફાળવેલ તે તકે જીતુ કુહાડા દ્વારા નરેન્દ્ર ભાઈનો હાર્દિક આભાર માન્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande