ભરૂચમાં નુકસાનીની સહાય માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે
- કમોસમી વરસાદના કારણે 1.35 લાખ હેક્ટર જમીન એટલે કે 33 ટકા જમીનમાં ઉભા પાકને નુકસાન થયું ભરૂચ,18 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને થયેલ નુકશાન સામે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત ઓનલાઈન પોર
ભરૂચમાં નુકસાનીની સહાય માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે


ભરૂચમાં નુકસાનીની સહાય માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે


ભરૂચમાં નુકસાનીની સહાય માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે


- કમોસમી વરસાદના કારણે 1.35 લાખ હેક્ટર જમીન એટલે કે 33 ટકા જમીનમાં ઉભા પાકને નુકસાન થયું

ભરૂચ,18 નવેમ્બર (હિ.સ.) કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને થયેલ નુકશાન સામે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ અંતર્ગત ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.જેમાં ખેડૂતો વહેલી સવારથી જ લાઇનો લગાવી વીસીઈ પાસે ફોર્મ ભરવા મથામણ કરી રહ્યા છે પરંતુ ઘણી જગ્યાએ નેટના પ્રોલેમ , સર્વર ડાઉન અને ક્યાંક વીસીઈ ના હોય તેવી સમસ્યાઓની વચ્ચે નુકસાનીના ફોર્મ ભરાય છે .

રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ રાહત સહાય પેકેજ અંતર્ગત 10 હજાર કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે ત્યારે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે. તારીખ 14 મી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.શરૂઆતના બે દિવસ ઓનલાઇન પોર્ટલ ઠપ્પ રહ્યા બાદ હવે સુચારુ રીતે આ પ્રક્રિયા ચાલી રહી છે.

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જે પૈકી કમોસમી વરસાદના કારણે 1.35 લાખ હેક્ટર જમીન એટલે કે 33 ટકા જમીનમાં ઉભા પાકને નુકસાન થયું હતું. જેના 1 લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે ત્યારે ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે. વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે. કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ 7/12ની નકલ,આધારકાર્ડ, તલાટીનો વાવેતરનો દાખલો, બેન્ક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે.આ કામગીરી 15 દિવસ સુધી ચાલશે. ઓનલાઇન અરજીની ચકાસણી થયા બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande