આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરની ટીમ ચેમ્પિયન.
પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.)સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો દ્રારા સૌ પ્રથમ વખત આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યુ જેમા પોરબંદરની ટીમી ચેમ્પીયન બનતા પોરબંદરવાસીઓમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર ડિસ્ટ્રીટક ક્રિકેટ એસો. દ્રારા મ
આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોરબંદરની ટીમ ચેમ્પિયન.


પોરબંદર, 18 નવેમ્બર (હિ.સ.)સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો દ્રારા સૌ પ્રથમ વખત આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યુ જેમા પોરબંદરની ટીમી ચેમ્પીયન બનતા પોરબંદરવાસીઓમા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર ડિસ્ટ્રીટક ક્રિકેટ એસો. દ્રારા મહિલા ટીમને અભિનંદન પાઠવામા આવ્યા હતા ગૌરવની વાત છે સૌરાષ્ટ્રની ટીમ માટે પોરબંદરની પાંચ યુવતિઓનુ સિલેકશન કરવામા આવ્યુ છે .

રાજકોટ ના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ના B ગ્રાઉન્ડ ઉપર પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન ની ટીમ અને રાજકોટ A ની મહિલા ટીમે “SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ” ની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં પોરબંદર જિલ્લાએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરેલી.પોરબંદર જિલ્લાની શાનદાર બોલીને કારણે રાજકોટ જિલ્લાની ટીમ માત્ર 129 રનમાં ઓલ આઉટ થઈ હતી પોરબંદર જિલ્લા તરફથી શાનદાર બોલિંગ નું પ્રદર્શન નિત્યા પંચાલ 24 રનમાં ત્રણ (3) વિકેટ તેમજ મનીષા ગઢીયા 17 રનમાં ચાર(4) તેમજ પૂજા મોઢવાડિયા અને શ્રદ્ધા મોતવરસ 1/1 વિકેટ લીધેલી. પોરબંદર જિલ્લાની ટીમ

જ્યારે બેટિંગ કરવા ઉતરી તો તેમના બંને ઓપનિગ દ્વારા શાનદાર ભાગીદારી નોંધાવેલ જેમાં નિત્યા પંચાલના 24 રન મુખ્ય હતા. ત્યારબાદ ઉમેશ્વરીબા જેઠવા 49 રન અને શ્રદ્ધા બાપોદરા 25 રન દ્વારા શાનદાર બેટિંગ નું પરફોર્મન્સ બતાવી અને પોરબંદરને જિલ્લાની ટીમ રાજકોટ જિલ્લા ટીમ ઉપર જીત મેળવી અને પહેલી SCA આંતર જિલ્લા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી લીધી હતી.પોરબંદર જિલ્લા મહિલા ક્રિકેટ ટીમના કોચ મનીષ સલેટ અને પ્રતાપ ઝુંગી દ્વારા ખૂબ મહેનત કરાવી અને મહેનત ટીમને તૈયાર કરેલી હતી.પોરબંદરની ટીમની સફળતા બદલઈ પોરબંદરના જાણીતા ધારાશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના કાર્યકારી પ્રમુખ દિપકભાઈ લાખાણી તેમજ પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રણછોડભાઈ શિયાળ ઉપપ્રમુખ પવનભાઈ શિયાળ, સુરેશભાઈ કોટેચા તેમજ રાજેન્દ્રસિંહ જાડેજા સેક્રેટરી હિતેશભાઈ સોનેરી અને પીબી ગોકાણી તેમજ પરેશભાઈ સીમારીયા દ્વારા મહિલા ક્રિકેટ ટીમના ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા અને ચેમ્પિયન ટીમ માટે ક્રિકેટ સ્વેટર અને ટ્રેકસૂટ નું ઈનામ જાહેર કર્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande