મહેસાણા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હેમાગૌરી વિદ્યાસંકુલ, કંચનપુર–કોચવામાં સફળતાપૂર્વક યોજાયું
મહેસાણા, 18 નવેમ્બર (હિ.સ.) મહેસાણા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન હેમાગૌરી અશોકકુમાર વિદ્યાસંકુલ, કંચનપુર–કોચવા ખાતે થયું. પ્રદર્શનને પાંચ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જિલ્લામાં આવેલા 17 ક્લસ્ટરમાંથી 17 મોડલ, કુલ 85
મહેસાણા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હેમાગૌરી વિદ્યાસંકુલ, કંચનપુર–કોચવામાં સફળતાપૂર્વક યોજાયું

મહેસાણા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હેમાગૌરી વિદ્યાસંકુલ, કંચનપુર–કોચવામાં સફળતાપૂર્વક યોજાયું

મહેસાણા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હેમાગૌરી વિદ્યાસંકુલ, કંચનપુર–કોચવામાં સફળતાપૂર્વક યોજાયું

મહેસાણા તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન હેમાગૌરી વિદ્યાસંકુલ, કંચનપુર–કોચવામાં સફળતાપૂર્વક યોજાયું

મહેસાણા, 18 નવેમ્બર (હિ.સ.) મહેસાણા તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું ભવ્ય આયોજન હેમાગૌરી અશોકકુમાર વિદ્યાસંકુલ, કંચનપુર–કોચવા ખાતે થયું. પ્રદર્શનને પાંચ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જિલ્લામાં આવેલા 17 ક્લસ્ટરમાંથી 17 મોડલ, કુલ 85 મોડલ રજૂ કરાયા જેમાં 170 બાળ વૈજ્ઞાનિકો તથા તેમના માર્ગદર્શક તરીકે 85 શિક્ષકો જોડાયા.

ગામના સરપંચ રાજુજી ઠાકોર, રજનીભાઇ બારોટ, અક્ષયભાઈ બારોટ તેમજ SMC સભ્યો ઉપસ્થિત રહી કાર્યક્રમની વ્યવસ્થા અને સફળતા માટે મહત્વનો સહકાર આપ્યો. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ નવીન વિચારધારા અને સર્જનાત્મકતા આધારીત વિવિધ વૈજ્ઞાનિક મોડલ રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષ્યું.કાર્યક્રમના સમાપન પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રસ, કલ્પનાશક્તિ અને સંશોધન વૃત્તિ વિકસાવે છે.આ પ્રસંગે જિલ્લા શિક્ષક સંઘના અધ્યક્ષ, જિલ્લા શૈક્ષણિક સંઘના અધ્યક્ષ, તાલુકા મંડળી અધ્યક્ષ, BRC કોઑર્ડિનેટર ઈલિયાસભાઈ, તમામ CRC કોઑર્ડિનેટર્સ તેમજ જિલ્લા તાલીમ ભવનના લાયઝન અધિકારી પ્રકાશભાઈ ઉપસ્થિત રહ્યા. શાળાના સમગ્ર સ્ટાફે આયોજનમાં સક્રિય સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande