જામનગર કલેક્ટર સહિતની કચેરીમાં જી-સ્વાનનું સર્વર ડાઉન થતાં ઇ-ધરા અને નાગરિક સુવિધા કેન્દ્રના કામ ઠપ્પ
જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય કક્ષાએથી જી-સ્વાનના સર્વરમાં કોઈક ક્ષતિ સર્જાઈ જતાં જામનગર જિલ્લા સેવા સદન ખાતે ઈ-ધરા અને નાગરિક સુવિધા કેન્દ્રની તમામ કામગીરી સવારથી ઠપ્પ થઈ જતાં મોટી સંખ્યામાં લોકોને ધક્કો થયો હતો. જો કે, તંત્રએ ટોકનો આપીને લોક
કલેક્ટર કચેરી


જામનગર, 18 નવેમ્બર (હિ.સ.) : રાજ્ય કક્ષાએથી જી-સ્વાનના સર્વરમાં કોઈક ક્ષતિ સર્જાઈ જતાં જામનગર જિલ્લા સેવા સદન ખાતે ઈ-ધરા અને નાગરિક સુવિધા કેન્દ્રની તમામ કામગીરી સવારથી ઠપ્પ થઈ જતાં મોટી સંખ્યામાં લોકોને ધક્કો થયો હતો. જો કે, તંત્રએ ટોકનો આપીને લોકોને ફોન કરીને બોલાવવા તમામના નંબર લઈ લીધા હતા. તેથી નાગરિકોની હાલાકી ઘટી હતી.

જામનગર શહેરના મહેસુલ સેવા સદન તેમજ જિલ્લાની મામલદાર કચેરીઓમાં 7-12 અને 8-અના દાખલા મેળવવા તેમજ આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર વગેરે સર્ટીફીકેટ લેવા કતારમાં ઉભેલા લોકોને કચેરીમાં કહેવાયું હતું કે, કોમ્પ્યુટર લીંક ઠપ્પ છે. પોતાના કામ માટે દુર-દુરથી આવતા લોકો મુંઝાયા હતા. ત્યારે અધિકારીઓએ દરેકના ફોર્મ સ્વીકારીને પેપરના બીડાણને વેરીફાઈ કરીને દરેકના ફોર્મ નંબર મુજબના ટોકનો ઈશ્યુ કરી દીધા હતા.

અને તમામના ફોર્મ નંબરમાં ફોન નંબરો લખાવી લીધા હતા. તંત્રએ લોકોને સુચના આપી હતી કે, જી-સ્વાનની સિસ્ટમ ચાલુ થઈ જશે. તો ફોન કરીને બોલાવી લેવામાં આવશે. 65 ટોકનો ઈશ્યુ થયા હતા. તેમ નાગરિક સુવિધા કેન્દ્રના નાયબ મામલતદાર જણાવે છે. આ જ રીતે ઈ-ધરા કેન્દ્ર પણ બંધ હોવાથી લોકો જમીનને લગતા 7-12 અને 8-અના દાખલા કઢાવી શક્યા ન હતા.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande