હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન – યુવાનોની રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાનો હેતુ રાખી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન – યુવાનોની રાષ્ટ્રનિર્માણમાં ભૂમિકા


પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન યુવા શક્તિને રાષ્ટ્રનિર્માણમાં જોડવાનો હેતુ રાખી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોની ભૂમિકા પર ચર્ચા કરવાનો હતો.

આ અવસરે યુવા પેઢી કેવી રીતે દેશમાં વિકાસાત્મક પરિવર્તન લાવી શકે તે અંગે માર્ગદર્શક માહિતી રજૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિકાસકાર્યમાં સક્રિય સહભાગી બનવા પ્રેરિત કરવા માટે વિવિધ વિષયો પર ચર્ચાઓ યોજાઈ.

કાર્યક્રમમાં કુલપતિ કે.સી. પુરીયા, કુલસચિવ ડો. રોહિતભાઈ દેસાઈ, એનએસએસ કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ટીમના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 150થી વધુ વિદ્યાર્થીઓની સક્રિય હાજરી સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande