કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા નર્મદાના ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવી
- 28 નવેમ્બર સુધી ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE/VLE મારફતે મફતમાં અરજી કરવી રાજપીપલા,18 નવેમ્બર (હિ.સ.) ઓક્ટોબર 2025 દરમ્યાન થયેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને થયેલ પાકનુકસાનને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા કૃ
કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા નર્મદાના ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવી


- 28 નવેમ્બર સુધી ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE/VLE મારફતે મફતમાં અરજી કરવી

રાજપીપલા,18 નવેમ્બર (હિ.સ.) ઓક્ટોબર 2025 દરમ્યાન થયેલા કમોસમી વરસાદને કારણે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને થયેલ પાકનુકસાનને ધ્યાને લેતાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય મેળવવા માટે તમામ ખેડૂત મિત્રોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવી રહેશે. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ સાથે નીચે મુજબના દસ્તાવેજો ગ્રામસેવકને અરજી કર્યાના બીજા દિવસે જમા કરાવવાની રહેશે...

દસ્તાવેજોમાં આધાર કાર્ડ, 7/1 અને 8-A ની નકલ, બેંક પાસબુકના પ્રથમ પાનાની IFSC

સાથેની નકલ, તલાટી કચેરીનો પાક વાવેતરનો દાખલો, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારની “ના વાંધા” સહીવાળું સંમતિ પત્રક સાથે બિડાણ કરીને અરજી કરવાની રહેશે. ખેડૂતોએ 1 નવેમ્બર 2025 થી 2 નવેમ્બર, 2025 સુધી https://www.krp.gujarat.gov.in પોર્ટલ પર VCE/VLE મારફતે અરજી કરી શકાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande