
પાટણ, 18 નવેમ્બર (હિ.સ.) સિદ્ધપુર ખાતે ભારત વિકાસ પરિષદની શાખા દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જે મહિલા સશક્તિકરણના અભિગમ સાથે આગળ વધ્યો. કાર્યક્રમમાં ખાસ કરીને મંચ પર ફક્ત બહેનોને સ્થાન આપવામાં આવ્યું હતું.
હોટલ સિદ્ધાર્થ ખાતે યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા ઉર્વેશ પંડ્યાએ કરી હતી. દીપ પ્રાગટ્ય અને સામૂહિક વંદે માતરમ્ સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જ્યારે સમગ્ર સંચાલન તથા ઉદબોધનો શાખાની બહેનો દ્વારા જ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉર્વેશ પંડ્યા, અતુલ રામી, નિલેશ ભટ્ટ, કમલેશ મેવાડા, કલ્પેશ પંડ્યા, સુનિલ પરીખ સહિતના સદસ્યો તેમજ અલ્પાબેન મોદી, કોકીલાબેન પટેલ, પૂજાબેન શુક્લા, હેતલ ભટ્ટ, કૈલાશબેન પટેલ અને ફાલ્ગુની પંડ્યા સહિત બહોળી સંખ્યામાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ