કૃષિ રાહત પેકેજની સહાય માટે જામનગર જિલ્લામાં 39 હજાર ખેડૂતોની નોંધણી
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકશાનીની ફરિયાદ ઉઠી હતી. તેથી સરકારે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ ખેતીની નુકશાનીનો સર્વે પુરો કરાવ્યા પછી ગત તા.14થી ખેડુતો પાસેથી રાહત પેકેજમાં
ખેડૂત


જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) જામનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં આવેલા કમોસમી વરસાદને કારણે ખેતીને વ્યાપક નુકશાનીની ફરિયાદ ઉઠી હતી. તેથી સરકારે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ ખેતીની નુકશાનીનો સર્વે પુરો કરાવ્યા પછી ગત તા.14થી ખેડુતો પાસેથી રાહત પેકેજમાં વળતર મેળવવા અરજીઓ મંગાવવાનું શરૂ કર્યા પછી તા.18 સુધીમાં રાહત પેકેજ મેળવવા કુલ 39,015 ખેડુતોએ સમગ્ર જિલ્લામાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળે છે.

જામનગર જિલ્લામાં આ વખતની ખરીફ સિઝનમાં કુલ 3 લાખ 47,066 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી અને કપાસનું મોટા પાયે વાવેતર થયેલું હતું. પરંતુ કમોસમી વરસાદને કારણે આ બંને મેજર ક્રોપને ભારે નુકશાની ગઈ હોવાની ગ્રામ્ય વિસ્તારમાં તમામ તાલુકાઓના ખેડુતોમાં ફરિયાદ ઉઠી હતી. જામનગર જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગે સરકારના બાદ .27/10/25 થી .2/11/25 દરમિયાન જિલ્લાના 418 ગામોમાં યુધ્ધના ધોરણે સર્વે શ કરાવ્યો હતો.

જેના અંતર્ગત 332 ટીમોએ નુકશાનીનો સર્વે કર્યો અને રોજકામ પણ કર્યું હતું. જે રીપોર્ટ સરકારને સોંપાયા બાદ ગત તા.14મી નવેમ્બરથી નુકશાનીનું વળતર મેળવવા ખેડુતોના રજીસ્ટ્રેશન શ તા.18 સુધીમાં રાહત પેકેજ માટે ખુડુતોના તાલુકા દીઠ થયેલા રજીસ્ટ્રેશનની વાત કરીએ તો ધ્રોલ તાલુકામાં 4259, જામજોધપુરમાં 5404, જામનગર શહેર-ગ્રામ્યમાં ક્ષશરવ, જોડીયામાં 4007, કાલાવડમાં 10,168, લાલપુરમાં 6,875 મળીને કુલ 39,015 ખેડુતોનો સમાવેશ થાય છે.

સરકારે 14થી 15 દિવસોમાં અરજીઓ સ્વીકારવામાં આવશે. તેવી જાહેરાત કરી હતી. તેથી આગામી તા.ર8 નવેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવે. તેમ મનાય છે. ખરેખર તો તંત્રએ ખેડુતો માટે સ્પષ્ટ તારીખ જાહેર કરવીએ ગ્રામ્ય કક્ષાએ જરી બની છે.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande