
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દેહ વ્યાપારનો ધંધો શરૂ થયો હોય તેમ છેલ્લા ત્રણ માસમાં બીજુ કુટણખાનુ ઝડપાયુ છે. છાયા નગરપાલિકા નજીક ચાલતા એક રહેણાંક મકાનમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી બે મહીલા સહિત ત્રણ સંચાલક તેમજ એક ગ્રાહક પોલીસને હાથ ઝડપાયા હતા જયારે બે યુવતીઓને પોલીસે છોડાવી હતી. પોરબંદરના છાયા નગરપાલિકા નજીક કુટણખાનુ ચાલતુ હોવાની બાતમી કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ કનમિયાના મળી હતી જેના આધારે તપાસ કરવામા આવી હતી અહિં કુટણખાનુ ચાલતુ હોવાની હકિકત મળતા અંત ડીવાયએસપી ઋતુ રાબા સહીતના સ્ટાફે દરોડો પાડયો હતો તે દરમ્યાન કુટણખાનના સંચાલક બિલકીશ નઝીર જોખીયા,જોરાહિંગોરા અને દિલીપ કિશન કારાવદરાને ઝડપી લીધા હતા જયારે આ દરોડા દરમ્યાન નવા કુંભારવાડા વિસ્તારમા રહેતા ગ્રાહક અસ્પાક
મહમદ સમાને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રૂ.5,500ની રોકડ રકમ અને ત્રણ મોબાઇલ મળી કુલ રૂ.7,100નો મુદામાલ કબ્જે કર્યો હતો આ દરોડા દરમ્યાન બૈ યુવતિઓને બ પોલીસે છોડાવી હતી છાયા વિસ્તારમા ઘણા લાંબા સમયથી કુંટણખાનુ ચાલી રહ્યુ હતુ દિલીપ કારાવદરાના ભાડાના મકાનમા બે મહિલા કુટણખાનુ ચલાવતી હોવાનુ જાણવા મળી રહ્યુ છે. પોરબંદરથીમા કુટણખાનુ ઝડપાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya