

અંબાજી 19 નવેમ્બર (હિ.સ) ગુજરાત જ નહીં પણ સમગ્ર ભારત દેશમાં ભારત દેશના ચૂંટણી આયોગ દ્વારા નવી મતદાર યાદી માટે મતદાર યાદીની ફેર સુધારણા ને લઈ એસઆઇઆરની કરાયેલી રચના પ્રમાણે રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ના ફોર્મ વિતરણ કરવાની અને ભરવાની કામગીરી Blo કરી રહ્યા છે જેને લઇ બનાસકાંઠા જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા દાંતા તાલુકામાં 188 બૂથ ઉપર 188 શિક્ષકોને Blo ની કામગીરી સોંપવામાં આવી છે જે કુલ 20 ઝોનમાં વહેંચવામાં આવી છે દાંતા તાલુકામાં 1,72,311 જેટલા મતદારોની મતદારો માટેની આ કામગીરી હાથ ધરાઈ છે ત્યારે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં છુટાછવાયા રહેતા મતદારો અને અંબાજી જેવા શહેરોમાં સ્થળાંતર કરી ગયેલા મતદારોને શોધવા હાલમાં blo માટે માથાના દુખાવા સમાન કામગીરી બની છે એટલું જ નહીં ફોર્મ વિતરણ કર્યા બાદ પણ મહત્તમ લોકો કોરા ફોર્મ લઇ blo પાસે ભરાવા પહોંચી રહ્યા છે જ્યાં મોબાઇલમાં ઇન્ટરનેટ માં સર્વર વારંવાર ખોટવાતા ફોર્મ ભરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
જ્યારે આ કામગીરી ચૂંટણી આયોગ દ્વારા જે રીતે ફોર્મ ભરવાની કામગીરીમાં સમય નિયત કર્યો છે જે ઘણો ઓછો છે જે સમયમાં વધારો કરવા માંગ શીક્ષક અતુલ જોષી Blo શિક્ષક, પ્રાથમિક શાળા અંબાજી કરી રહ્યા છે એટલું જ નહીં બીએલ ઓ ની તમામ કામગીરી પ્રાથમિક શાળાના શિક્ષકોને અપાતા પ્રાથમિક શિક્ષણ ઉપર પણ મોટી અસર પડી રહે છે ત્યારે આવી ચૂંટણી લક્ષી કામગીરી ભણેલા અને શિક્ષિત બેરોજગારોને આવી કામગીરીમાં સમાવવામાં આવે તો તેવા લોકોને રોજગારી પણ મળી રહે અને બાળકોના શિક્ષણ ઉપર પણ ઓછી અસર પડી રહે તેવું માનવામાં આવી રહ્યું છે
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ