

અંબાજી 19 નવેમ્બર (હિ.સ) દાંતા તાલુકા આરોગ્ય અધિકારી ની સુચના અને રાણપુર પ્રા.આ.કેન્દ્ર. ના મેડિકલ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ રાણપુર પ્રા.આ.કેન્દ્ર. ના મ.પ.હે.સુ. અને મ.પ.હે.વ ના સીધા નિરીક્ષણ માં બેગડીયાવાસ પે.સે. પ્રાથમિક શાળા માં તમાકુ નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. તેમાં શાળાના આચાર્ય અને શિક્ષકો એ હાજરી આપી કાર્યક્રમ ને અનુલક્ષી ને વક્તવ્ય આપવા માં આવ્યું. અને વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન માં ભાગ લીધેલ વિધ્યાર્થી ઓ ને મચકોડા આ.આ.મંદિર સ્ટાફ. તરફ થી પ્રથમ , દ્વિતીય અને તૃતીય નંબર ને ઇનામ તથા સ્પર્ધા મા ભાગ લીધેલ બાકી ના વિધ્યાર્થીઓ ને પ્રોત્સાહન ઇનામ નુ વિતરણ કરવામાં આવ્યુ. પ્રા.આ.કે રાણપુર ના મ.પ.હે.સુ દ્વારા તંબાકુ , ગુટખા અને ધુમ્રપાન દ્વારા થતા નુકશાન અને ગંભીર બીમારીઓ વિશે અને સરકાર દ્વારા ચાલતા તમાકુ નિયંત્રણ કાર્યક્રમો વિશે વિસ્તૃત મા સમજ આપવામાં આવેલ.!
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ