
ગીર સોમનાથ, 19 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જીલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના ઉના પેટાવિભાગ હસ્તક જામવાળાથી જમજીર ધોધ તરફ જવાના રસ્તાની કામગીરી પુરજોશમાં ચાલુ કરવામાં આવી છે.
ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા અને પ્રવાસીઓના અનુભવને ઉત્તમ બનાવવા માટે રાજ્ય સરકારે પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જેમાં માર્ગ અને મકાન પંચાયત પેટાવિભાગ ઉના દ્વારા જામવાળાથી જમજીર ધોધ સુધીના રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ રસ્તાના સમારકામના પરિણામે પ્રવાસીઓ માટે મુસાફરી સુગમ અને ઝડપી બનશે તેમજ પ્રવાસનને વેગ મળશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ