
ગીર સોમનાથ, 19 નવેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જીલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના ઉના પેટાવિભાગ હસ્તકના ખાપટ, ઝુડવડલી, ફાટસર, ઈટવાયા, ખિલાવડ ધોકડવા તરફ જવાના રસ્તાની રીસરર્ફેસિંગ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે.
ખાપટ થી ઝૂંડવડલી-ફાટસર-ઈટવાયા-ખિલાવડ ધોકડવા તરફ જતા રસ્તા બિસ્માર માર્ગના પુન:સપાટીકરણનું કાર્ય શરુ કરી દેવાયું છે.
આ રસ્તાની કામગીરીથી ગ્રામ્ય વિસ્તારના લોકોનો વાહનવ્યવહાર સુગમ અને ઝડપી બનશે લોકોને પડતી અગવડતા દુર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ