
જામનગર, 19 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ જર્જરિત બ્રિજનું કામ તાત્કાલિક ચાલુ કરાવવા બાબતે વિપક્ષોએ કાર્યકરોને સાથે રાખીને ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરતા પોલીસ પહોંચી ગઈ હતી. જેમાં પોલીસે કોર્પોરેટરો સહિત દશની અટકાયત કરી છે.
શહેરના બહારનો જર્જરિત પુલ કેટલાક સમયથી રૂ.20 કરોડના ખર્ચે કાલાવડ નાકા બનાવવાની મંજુરી મળી ગઈ છે.તેની ટેન્ડર પ્રક્રિયા પણ પુરી થઈ ગઈ છે. તેમ છતાં આ બ્રિજની કામગીરી કરવામાં આવતી નથી.
જેથી આ બ્રિજની કામગીરી તાત્કાલીક ચાલુ કરવામાં આવે તેવી માંગણી સાથે નગરસેવક અસ્લમ ખીલજી તેમજ જૈનબબેન ખફી અને પુર્વ નગરસેવક હાજી રીઝવાન જુણેજાની આગેવાનીમાં લોકોને સાથે રાખીતે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં સુત્રોચ્ચાર સાથે વાહનો રોકવામાં આવ્યા હતા. તાત્કાલિક અસરથી બ્રિજ બનાવવાની માંગણી કરવામાં આવી હતી.
આંદોલન ઉગ્ર બનતા સીટી એ ડિવિઝનના પીઆઈ નિકુંજસિંહ ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. કોર્પોરેટર અસલમ ખીલજી, જેનબબેન તેમજ પુર્વ નગરસેવક સહિત દશ ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ટ્રાફીક પુર્વવત કરાવવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt