
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) કીર્તિમંદિર 28 ડિસેમ્બર 2018 ના રોજ સોનીની દુકાન ચલાવતા એક વેપારીએ બે બહેનોએ વેપારીને વાતોમાં પરોવી દુકાનદારની નજર ચૂકવી 23 તોલા અંદાજે 5.90 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદમાં તાજેતરમાં પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાઓને દાહોદથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઈન્ચાર્જ પો.ઈન્સ આર. કે. કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફને કીર્તિમંદિરના 2018માં નોંધાયેલા ગુનામાં લાલશાહી થી નાસતા ફરતા આરોપી ચંદાબેન વા/ઓ ચરનભાઈ સીંદે અને સોનાબેન વા/ઓ યુવરાજ સીદે દાહોદ ટાઉનમાં હોવાની બાતમી મળતા હકીકત આધારે તપાસ કરતા આરોપી બહેનો દાહોદ ટાઉનમાંથી મળી આવતા બંને બહેનોને ઉપરોકત ગુનાના કામે વધુ પુછપરછ માટે એલ.સી.બી. ઓફીસ ખાતે લઇ આવી આગળની કાર્યવાહી કરવા માટે કીર્તિમંદીર પો.સ્ટે સોંપી આપવામાં આવેલ છે. આ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. આર.કે.કાબરીયા, ASI બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્ર જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદ મકવાણા, મુકેશ માવદીયા ઉદય વરૂ, હેડ કોન્સ. સલીમ પઠાણ, ઉપેન્દ્રસિંહ જાડેજા, હીમાંશુ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણઓડેદરા, જીતુ દાસા, વિરેન્દ્રસિંહ પરમાર કોન્સ. નટવર ઓડેદરા, અજય ચૌહાણ
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya