
પોરબંદર, 19 નવેમ્બર (હિ.સ.) રાણાવાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાણાવાવ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાણાવાવ પો.સ્ટે. વિસ્તારના રાણા વડવાળા ગામમાં અલગ-અલગ જગ્યાએ રેઈડો કરી દેશી દારૂની 3 ભઠ્ઠીઓ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી રાણાવાવ પો.સ્ટે.માં પ્રોહીબિશના 3 ગુન્હાઓ દાખલ કરાવ્યા છે જેમાં રાજુ કીશોરભાઈ ફળદુની ભઠ્ઠીમાંથી દેશી દારૂ લી 80 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ. 2100/- નો મુદામાલ, રાજુ મેણંદભાઇ રાતીયાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.300 તથા દેશી દારૂ લીટર-15 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.12730/- તેમજ જયમલ ભરત ઓડેદરાની ભઠ્ઠીમાંથી દારૂ બનાવવાનો આથો લી.190 તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ કિ.રૂ.5150/- નો મુદામાલ મળી આવતા રાણાવાવ પોલીસે ત્રણે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરને કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya